AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ખુશખબર, ફ્રી..ફ્રી..LPG ગેસ કનેક્શન, ફટાફટ આ રીતે કરી દો અરજી !
યોજના અને સબસીડીGSTV
ખુશખબર, ફ્રી..ફ્રી..LPG ગેસ કનેક્શન, ફટાફટ આ રીતે કરી દો અરજી !
• ફ્રી LPG કનેક્શનની સુવિધા કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો હવે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. નાણાં પ્રધાને આ યોજના હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. ચાલો તમને જણાવીએ કે તમે ફ્રી ગેસ કનેક્શન માટે કેવી રીતે અરજી કરી શકો છો- અરજી પ્રક્રિયા : • pmujjwalayojana.com પર ક્લિક કરો. • હોમપેજ પર ડાઉનલોડ ફોર્મ પર જાઓ અને તેના પર ક્લિક કરો. • ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કર્યા પછી, પીએમ ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવશે. • હવે ફોર્મમાં તમારું નામ, ઈ-મેલ આઈડી, ફોન નંબર અને કેપ્ચા ભરો. • હવે OTP જનરેટ કરવા માટે બટન પર ક્લિક કરો. • તે પછી ફોર્મ ડાઉનલોડ કરો. નજીકની LPG ગેસ એજન્સીમાં ફોર્મ સબમિટ કરો : • હવે તમારે આ ફોર્મ તમારી નજીકની LPG એજન્સીમાં સબમિટ કરવાની રહેશે. આ સાથે, તમારે આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પુરાવો, બીપીએલ રેશનકાર્ડ અને ફોટો વગેરે જેવા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કર્યા પછી, તમને LPG ગેસ કનેક્શન મળશે. કોણ અરજી કરી શકે : • ભારતના નાગરિક હોવું જરૂરી છે. • તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. • ગરીબી રેખા નીચે હોવી જોઈએ. • પરિવારની મહિલાઓ અરજી કરી શકે છે, જેમની પાસે ગેસનું કનેક્શન નથી. • પહેલેથી આવી કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
8
અન્ય લેખો