AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેવું રહેશે આ વર્ષનું ચોમાસુ? ખેડૂતો અચૂક જાણે !
મોન્સૂન સમાચારVTV ગુજરાતી
કેવું રહેશે આ વર્ષનું ચોમાસુ? ખેડૂતો અચૂક જાણે !
🌪 હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. આ વર્ષે વરસાદ 96થી 104 ટકા રહી શકે છે. સ્કાઈમેટ વેદરનું હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું કે, ચાર મહિનાના લાંબા ચોમાસા દરમિયાન મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. પ્રારંભિક પૂર્વાનુમાનના આધારા પર ઠીક ઠીક અંદાજ લગાવવો અઘરો છે. આગામી એપ્રિલમાં આ બાબતે વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 🌪 2022ના ચોમાસાના સમયગાળમાં લા નીનાનો પ્રભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ભૂમધ્ય રેખિય પ્રશાંત મહાસાગારમાં સમુદ્રની પરત પર તાપમાનની નકારાત્મક સ્થિતીઓ નબળી થઈ રહી છે. પ્રશાંત મહાસાગરની આ સ્થિતીઓ ખરાબ ચોમાસાની સંભાવના જણાવે છે. પણ તટસ્થ સરહદોની અંદર સામાન્ય અથવા વધારે વરસાદનું કારણ બની શકે નહીં. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
6
અન્ય લેખો