AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ ની વહેલી વાવણી કરવાથી થતા ગેરફાયદા :
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કપાસ ની વહેલી વાવણી કરવાથી થતા ગેરફાયદા :
➡ કપાસ ની વહેલી વાવણી કરવાથી શરૂઆતમાં ખૂબ જ વધુ માવજત કરવી પડે છે. વહેલી વાવણી ના સમયગાળા દરમિયાન ગરમીના દિવસો હોવાથી વધુ પિયત આપવું પડે છે અને તેના કારણે નિંદામણ અને ચુસીયા પ્રકારની જીવાત નો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ➡ વરસાદ ખેંચાય અને વહેલી વાવણી કરેલ હોય તો થ્રિપ્સ નો ઉપદ્રવ આવે છે જેના નિયંત્રણ માટે દવાઓનો છંટકાવ વધુ કરવો પડે છે અને ખેતી ખર્ચ વધતાં ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. ➡ સામાન્ય વાવણી કરતા કપાસની ખૂબ જ વહેલી વાવણી (મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં) કરે ત્યારે ગુલાબી ઈયળ માટે કપાસનો યજમાન પાક મળી રહેતા ખોરાક મળી રહે છે. જેના પરિણામે ગુલાબી ઈયળ પોતાનું જીવન ચક્ર ટકાવી રાખવામાં સફળ થાય છે, જેને પરિણામે નવી પેઢી પેદા થવાનું ચક્ર ચાલુ રહેતા આગળ જતાં ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસના પાકને નિષ્ફળ બનાવી શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
4
અન્ય લેખો