AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનAgri safar
કપાસમાં પાન લાલ થવાની સમસ્યા ? જાણો તેના ઉપાયો !
• કપાસ લાલ થઇ સુકાઇ જવાના પ્રશ્નો ખેડૂત સમુદાયમાંથી આવવા માંડ્યા છે. • મોટેભાગે કપાસ બે કારણોની લાલ થવા માંડે છે. પ્રથમ તડતડિયા જીવાત સામે સંતોષકારક પગલાં ન લેવાયા હોય તો પાન લાલ / બરઝટ થઇને સૂકાય જાય છે. • બીજુ કારણ છોડની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ અને વાતાવરણ તેમ જ મુખ્ય/ સૂક્ષ્મ તત્વોની ઉણપ. • જીંડવા અવસ્થાએ જો રાત્રીનો તાપમાન ૨૧૦ સે.ગ્રે.થી ઓછું થાય તો પાન લાલ થવાની પ્રક્રિયા શરુ થઇ જતી હોય છે. • ક્યા કારણોથી પાન લાલ થયા છે તે જાણવા માટે લાલ થયેલ પાનને હાથમાં લઇ મુઠ્ઠી વાળો અને પછી મુઠ્ઠી છોડી દો. હથેળીમાં જો પાનના ટુકડા-ટુકડા થઇ ભૂક્કા જેવુ થઇ જાય તો સમજવું કે પાન લાલ થવાનું કારણ તડતડિયાના નુકસાનને લીધે થયેલ છે, તેના માટે સમસસર આ જીવાતનું નિયંત્રણ કરવામાં થોડા મોડા પડ્યા છે તેમ કહી શકાય. હથેળી ખોલતા જો પાન હતું એવું સપાટ દેખાય અને તેના ટુકડાં થયા નથી તો સમજવું કે પાન ઉપર દર્શાવેલ કારણોથી થયા છે. • શરુઆતમાં પાનની કિનારી પીળી પડે છે અને ત્યારબાદ પાનની આતંરનશો વચ્ચેની જગ્યા લાલ રંગમાં ફેરવાઇ જાય છે અને છેવટે પાન ખરી પડતા હોય છે. • એક વાર પાન લાલ થઇ ગયા પછી ફરી લીલા થઇ શક્તા નથી. • છોડને પૂરતો નાયટ્રોજન મળી રહે તે માટે સમયસર પૂર્તિ ખાતર જમીનમાં આપવું અથવા ૧ થી ૧.૫ ટકાનો યુરિયાના ૨ થી ૩ છંટકાવ દર ૧૦ દિવસના ગાળે કરવા. • યુરિયાની જગ્યાએ ડીએપી ૨ ટકાનું છંટકાવ પણ કરી શકાય. • સૂક્ષ્મ તત્વો અને તેમાં ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપ નિવારવા માટે મેગ્નેશિયમ ૨૦ થી ૨૫ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે દ્રાવણનો છંટકાવ અઠવાડિયે એક વાર અવશ્ય કરવું. • જમીનમાં ભેજની ઉણપ વર્તાય કે તરત જ એક પિયત આપવું. • પિયત આપતી વખતે એક જગ્યાએ પાણીનો ભરાવો ન થઇ જાય તેની કાળજી રાખવી. પાણીનો ભરવો થવાથી મેગ્નેશિયમ કે અન્ય તત્વો છોડ માટે અલભ્ય બને છે. • જરુર જણાય તો એસ્કોર્બીક એસીડ ૫૦૦ પીપીએમ + પીએમએ ૧૦ પીપીએમના દરે છંટકાવ કરવો. • દર વર્ષે આ સમશ્યા આવતી હોય તો આવતા વર્ષે કપાસની વાવણી કરતી વખતે અન્ય ખાતરોની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે અવશ્ય આપવું. • ખેડૂતોને સલાહ છે કે એક વાર જમીનની ચકાસણી જમીન ચકાસણી પ્રયોગશાળામાં અવશ્ય કરાવી લેવી કે જેથી જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે અને તે પ્રમાણે યોગ્ય પગલાં લઇ શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
60
8
અન્ય લેખો