AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કચ્છના ખેડૂતો માટે ખુશ ખબર, મળશે KCC યોજના નો લાભ !
કૃષિ વાર્તાoneindia.com
કચ્છના ખેડૂતો માટે ખુશ ખબર, મળશે KCC યોજના નો લાભ !
😊 કચ્છ જિલ્લાના 60 હજાર જેટલા ખેડૂતોને કિસાન ક્રેડિટ યોજના અંતર્ગત આરી લેવાની યોજના છે. જે અંતર્ગત 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી 2022 સુધી અભિયાન શરૂ છે. KCC માટે ખેડૂતો તેમજ પશુપાલકો અરજી કરી શકે છે, કિસાન ક્રેડિટ કાર્ડ થકી ખેડૂતોને ખેતી કરવા માટે નાણાકીય ધિરાણ આપવામાં આવે છે જેથી પાકની વાવની કરવા માટે ખેડૂતો પાસે પૈસાની અછત ન પડે. 🐄 કચ્છમાં પશુધારકો કિસાન ક્રેડિટ કાર્ડ માટે આવનારી 15 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકશે. અરજી કરવા માટે પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, પશુપાલન ખાતાની તમામ કચેરીઓ તેમજ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ નીચે આવતી દૂધ મંડળીઓ ખાતે અરજીપત્રક લેવાના રહેશે. ✨ કચ્છ તેમજ અન્ય જિલ્લાના ખેડૂતમિત્રો અને પશુપાલક ભાઈઓ અહીં આપેલ લિંક થકી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. https://pmkisan.gov.in/Documents/Kcc.pdf સંદર્ભ : oneindia.com, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
4
અન્ય લેખો