AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉતાવળમાં મગફળીના બીજ ને માવજત કર્યા વિના વાવણી કરી દીધી, હવે શું?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉતાવળમાં મગફળીના બીજ ને માવજત કર્યા વિના વાવણી કરી દીધી, હવે શું?
🥜મગફળીના પાકમાં મુન્ડાનો ઉપદ્રવ સવિશેષ રહેતો હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતી રહેલી હોય છે. આવા ખેતરમાં આ જીવાતથી થતા નુકસાનને અટકાવવા માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા વિઘે ૧ લીટર પ્રમાણે પિયત સાથે ટીપે ટીપે આપવી અથવા તો દવાને રેતી સાથે ભેળવી જમીન ઉપર પુંખી દેવી. હળવો વરસાદ હશે તો આ દવા જમીનમાં ઉતરી જશે નહિતર આપે એક હળવું પિયત આપવું પડશે. ફિપ્રોનીલ ૪૦% + ઇમિડાક્લોપ્રિડ ૪૦% ડબલ્યુજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છોડની આજુબાજુ જમીનમાં ડ્રેંચીગ કરવાથી પણ જીવાત પર કાબૂ મેળવી શકાય છે. આમ ખેડૂત દવાનું દ્રાવણ ડબલે ડબલે, નોઝલ કાઢીને કે પછી હલકુ પિયત આપીને અનૂકુળતા પ્રમાણે દવા આપી શકે છે. સંદર્ભ :-એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
4
અન્ય લેખો