AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
🚙 ઇલેક્ટ્રિક વાહન પોલિસી ગુજરાતીઓને વધુ ફાયદાઓ !
કૃષિ યાંત્રિકીકરણGSTV
🚙 ઇલેક્ટ્રિક વાહન પોલિસી ગુજરાતીઓને વધુ ફાયદાઓ !
🚗 દેશના વિવિધ રાજ્યો ઇલેક્ટ્રિક વાહન (ઇવી) પોલિસીની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતે તાજેતરમાં જાહેર કરેલી ઇવી પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ચાર્જીંગ સ્ટેશન અને સામાન્ય લોકોની મુસાફરી માટે વપરાતાં વાહનોમાં સબસીડીના અલગ અલગ ધોરણો પર વધારે ભાર મૂક્યો છે. 🚗 ગુજરાત પછી મહારાષ્ટ્ર રાજ્યએ ઇવી પોલિસી બનાવી છે પરંતુ તેમાં સરકારી વાહનોને ઇવીમાં ફેરવવા, ખાનગી ચાર્જીંગ સ્ટેશનમાં ટેક્સ બેનિફિટ તેમજ શહેરોને કેન્દ્રીત કર્યા છે. આ બન્ને પોલિસીનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાત સરકારે સામાન્ય વાહનચાલકો સબસીડી સાથે વધુ ઇલેક્ટ્રિક વાહનો આસાનીથી ખરીદી શકે તેવી વ્યવસ્થા કરી છે. 🔹ગુજરાતની પોલિસીની મુખ્ય ખાસિયતો 🔹ટુ વ્હિલર માટે 20000ની સબસીડી 🔹રીક્ષા માટે 50000ની સબસીડી 🔹ફોર વ્હિલર માટે 1.50 લાખની સબસીડી (વાહનની ક્ષમતા એટલે કે કિલોવોટ પ્રમાણે આ સબસીડી અપાશે.) 🔹ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા 10 લાખની મર્યાદામાં 25 ટકા કેપિટલ સબસીડી 🔹500 ચાર્જીંગ સ્ટેશન બનાવાશે. 🔹ચાર વર્ષમાં બે લાખ ઇવી વાહનનો લક્ષ્યાંક 🔹ગુજરાત સરકાર 870 કરોડનો ખર્ચ કરશે. 🔹મોટર નોંધણી ફીમાં 100 ટકા મુક્તિ 🔹ચાર વર્ષમાં 1.10 લાખ ટુ વ્હિલર, 70 હજાર રીક્ષા અને 20 હજાર ફોર વ્હિલરનો લક્ષ્યાંક બીજી તરફ ગુજરાત સરકારે ઈવી ચાર્જીંગ સ્ટેશન માટે સબસીડીના ધોરણો નક્કી કર્યા છે પરંતુ ખાનગી સ્થળે ચાર્જીંગ સ્ટેશન માટે કોઇ રાહતની જાહેરાત કરી નથી. હાલના સરકારી વાહનોને ઇવીમાં કન્વર્ટ કરવા માટે પણ સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે બન્ને રાજ્યોની પોલિસીમાં પ્રથમ તબક્કો જાહેર પરિવહનમાં પરિવર્તન કરવાનો છે. 🚗 ગુજરાત સરકારે વાહનની ક્ષમતા પ્રમાણે ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલર માટે વાહનની ક્ષમતા પ્રમાણે સબસીડીના ધોરણો નક્કી કર્યા છે . 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. "
41
17
અન્ય લેખો