AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ સરળ રીતથી ઘરે જ ઉગાડો સ્વાસ્થ્યવર્ધક પપૈયા નો છોડ !
સ્માર્ટ ખેતીધ બેટર ઇન્ડિયા
આ સરળ રીતથી ઘરે જ ઉગાડો સ્વાસ્થ્યવર્ધક પપૈયા નો છોડ !
પપૈયું કાચું હોય કે પાકું, કોઈ પણ રૂપમાં તેને ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.સૌથી સારી બાબત એ છે કે તેના બીજને ક્યાંય બહારથી લાવવાની જરૂરિયાત નથી હોતી. તમે તમારા ખાવા માટે બજારમાંથી જે પપૈયું લાવો છો તેમાંથી જ નીકળેલા બીજનો ઉપયોગ આ છોડને વાવવા માટે કરી શકો છો. જોયું ને, છે ને એકદમ સરળ! કઈ-કઈ વસ્તુઓની રહેશે જરૂર? 🌱કુંડા:- સંતોષ જણાવે છે કે પપૈયાનાં છોડ ખાસાં મોટા હોય છે, માટે તમારે મોટા કુંડાઓની જરૂર પડશે. પરંતુ જો તમે ઘરની છત અથવા બાલ્કનીમાં તેને ઉછેરી રહ્યા છો તો મોટા કુંડાઓની જગ્યાએ મોટી ગ્રો બેગનો ઉપયોગ કરી શકો છો. તમે 24 થી 30 ઇંચની ગ્રો બેગનો ઉપયોગ કરો જેથી તેના કારણે છત પરના વજનમાં ઘટાડો થઇ શકે. 🌱પોટિંગ મિક્સ:- પપૈયાનાં છોડ માટે કોકોપીટ, સામાન્ય માટી, કમ્પોસ્ટ(વર્મી કમ્પોસ્ટ, હોટ કમ્પોસ્ટ) તથા છાણીયું ખાતર, આ ચારેયને સમાન માત્રમાં મિક્સ કરી ઉપયોગ કરી શકો છો. માટીને થોડી ભરભરી રાખવી જરૂરી છે જેથી પાણીનો જમાવ ના થાય. જો માટીમાં પાણીનો જમાવ થઇ જાય તો છોડ મરી પણ શકે છે. 🌱બીજની પસંદગી:- પપૈયાનાં ફળમાં ઘણાં બીજ હોય છે પણ તેમાંથી કયાં બીજ ઉપયોગ માટે વ્યવસ્થિત છે તેની ચકાસણી કરવી જરૂરી છે. તેના માટે તમે બધાં જ બીજને ડોલમાં પાણી લઇ તેમાં નાખો, જે બીજ પાણી પર તરવા લાગે તેને નાખી દઈને પાણીની અંદર સંપુર્ણ રીતે ડૂબેલા બીજને ઉપયોગ માં લો. તમે છોડ માટે બીજને સુકવીને પણ ઉપયોગમાં લઇ શકો છો અથવા સીધાં જ ભીનાં બીજને પણ. છોડ કેવી રીતે લગાવશો? ✔️સૌથી પહેલાં બહારથી લાવેલાં પપૈયામાંથી સારાં બીજની પસંદગી કરી લો ✔️ત્યારબાદ પોટિંગ મિક્સ તૈયાર કરો અને એક નાના કન્ટેનર અથવા સેપલિંગ ટ્રેમાં થોડી જગ્યા રાખીને દરેક બીજને વાવી દો ✔️તેના ઉપર થોડી માટી પાથરીને પાણીનો છંટકાવ કરો. ✔️લગભગ 10 દિવસમાં તેમાંથી નાના-નાના છોડ તૈયાર થઇ જશે ✔️પરંતુ તેમાં ચાર-પાંચ પત્તાં આવ્યા બાદ જ તે દરેક છોડની મોટા કુંડઓમાં ફેરરોપણી કરો. એક કુંડામાં એક જ છોડ વાવો. ✔️તમે જે પણ કન્ટેનર અથવા ગ્રો બેગનો ઉપયોગ કરી રહ્યા હોવ તેમાં ડ્રેનેજ(પાણીના નિકાલ) ની સારી વ્યવસ્થા હોય તેનું ખાસ ધ્યાન રાખો. ✔️કુંડાને એવી જગ્યા એ રાખો જ્યાં સૂર્યનો પ્રકાશ વ્યવસ્થિત આવતો હોય. ✔️એકાંતરે તેમાં પાણી આપતાં રહો. ✔️માર્ચ અથવા એપ્રિલમાં વાવણી બાદ, આઠ મહિના પછી છોડમાં ફૂલ આવવાના શરું થઇ જશે. ✔️ફૂલોમાં જીવાત ન પડે તે માટે લીંબોળીના અર્કનો છંટકાવ કરો. ✔️દર મહિને તેમાં થોડું થોડું છાણીયું ખાતર ઉમેરતા રહો. ✔️જયારે ફળ લાગવાનો સમય થાય ત્યારે પણ કુંડામાં કમ્પોસ્ટ ખાતર ઉમેરો. તો આગળ હવે જયારે પણ તમે બજારમાંથી પપૈયું ખરીદીને લાવો તો, તેમાંથી નીકળતા બીજનો ઉપયોગ કરી વધું નહિ તો પણ એક છોડ તો ઉછેરવાનો પ્રયત્ન જરૂરથી જ કરો. છોડ ઉગાડવા માટે તમે કુંડા સિવાય ઘરમાં પડેલી જૂની ડોલનો પણ ઉપયોગ કરી શકો છો. સંતોષ કહે છે કે બજારમાંથી લાવેલા પપૈયા કરતાં, ઘરમાં જ ઉછેરેલા પપૈયાની મીઠાશ કંઈક અલગ જ હોય છે. જો તમને પાકું પપૈયું ખાવું પસંદ છે તો તેને છોડ પર જ પાકવા દો અને પછી જ તેને તોડીને ખાવા માટે ઉપયોગ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ધ બેટર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
0