AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ સરકારી સ્કીમમાં 100 રૂપિયાની બચતથી મળશે 9 લાખ રૂપિયા !
યોજના અને સબસીડીGSTV
આ સરકારી સ્કીમમાં 100 રૂપિયાની બચતથી મળશે 9 લાખ રૂપિયા !
સુરક્ષાની દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસની યોજનાઓ વધુ સારી માનવામાં આવે છે. આમાં ઘણી યોજનાઓ છે જેમાં આકર્ષક રિટર્ન પણ મળી શકે છે. આમાંની એક જાહેર ભવિષ્ય નિધિ યોજના એટલે કે પીપીએફ. આ યોજનામાં દરરોજ 100 રૂપિયાના રોકાણ સાથે, તમને 9 લાખથી વધુની રકમ મળી શકે છે. 15 વર્ષના પીરિયડ સાથેની આ યોજનામાં તમને લોન લેવાની સગવડ સહિતની અનેક સુવિધાઓનો લાભ પણ મળશે. આ પોસ્ટ ઓફિસ યોજનાઓ માત્ર સલામત અને જોખમ મુક્ત નથી, પણ બેંક ડિપોઝિટની તુલનામાં બમણુ રિટર્ન પણ આપે છે. હાલમાં પીપીએફ પર 7.1 ટકાનો વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. સરકાર સમયાંતરે તેમાં ફેરફાર કરે છે. આ યોજના હેઠળ, તમે નાણાકીય વર્ષમાં કોઈપણ મહત્તમ રકમ જમા કરી શકો છો. જો કે, તમને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની આવકવેરાની કલમ 80 સી હેઠળ છૂટ મળશે. યોજનાનો લાભ 1. તમને પીપીએફ સામે લોનની સુવિધા મળે છે. તમે જે નાણાકીય વર્ષથી રોકાણ કરવાનું શરૂ કરો છો ત્યાંથી, તમને આગામી નાણાકીય વર્ષથી લોનની સુવિધા મળે છે. તમે આ લાભ પાંચ વર્ષ માટે લઈ શકો છો. ખાતામાં જમા થયેલ રકમના 25 ટકા સુધી લોનની રકમ ઉપલબ્ધ છે. લોન વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકાય છે. 2. આ યોજનાનો પાંચ વર્ષનો લોક-ઇન પીરિયડ છે. આ પછી, નાણાકીય વર્ષમાં એકવાર પૈસા ઉપાડી શકાય છે. આ તમારા ખાતામાં જમા થયેલ રકમના 50 ટકા જેટલું હોઈ શકે છે. 3. જો ખાતાધારક બીમાર પડે અથવા પોતે અથવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર હોય, તો એકાઉન્ટ ધારક પ્રી-મેચ્યોર ક્લોઝરની સુવિધાનો લાભ લઈ શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક ચાર્જીસ કાપવામાં આવશે. 4. મેચ્યોરિટી પર વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત રહેશે. તેનો મેચ્યોરિટી પીરિયજડ 15 વર્ષ છે. જો તમે ઇચ્છો, તો તમે તેને 5 વર્ષ સુધી લંબાવી શકો છો. 9 લાખ કેવી રીતે મળશે જો તમે દૈનિક 100 રૂપિયાનું રોકાણ કરો છો અને 15 વર્ષ સુધી કરો છો તો કુલ થાપણની રકમ 547500 રૂપિયા થશે. હાલના વ્યાજ દર મુજબ, જ્યારે યોજના પૂર્ણ થાય છે, ત્યારે તમને આશરે 989931 રૂપિયાની સામટી રકમ મળશે જે સંપૂર્ણ રીતે કરમુક્ત રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
9
અન્ય લેખો