AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આપ ઓર્ગેનિક મગફળી કરવાના હો તો આ માવજત ચોક્ક્સ આપશો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આપ ઓર્ગેનિક મગફળી કરવાના હો તો આ માવજત ચોક્ક્સ આપશો
👉 કેટલાક ખેડૂતો મગફળીની સેન્દ્રીય (ઓર્ગેનિક) ખેતી કરતા હોય છે. સફેદ ઘૈણનો ઉપદ્રવ મગફળીની વાવણી થી કાપણી સુધી જોવા મળતો હોય છે. 👉 ઓર્ગેનિક ખેતીમાં મુન્ડાના અટકાવ માટે કોઇ પણ રાસાયણિક દવાઓ આપી શકાતી નથી. 👉 માટે જ મગફળીની વાવણી કરતા પહેલા ૫ કિ.ગ્રા. બ્યુવેરિયા બેઝીઆના અથવા મેટારહીઝમ એનીસોપ્લી (ફૂગ આધારિત દવા) ૧.૧૫ ડબલ્યુપી (૨ x ૧૦૬ સીએફયુ/ ગ્રા) દિવેલીના ૩૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે ખોળ સાથે ભેળવી જમીનમાં આપવી. 👉 ઉપરાંત મગફળી ઉગ્યાના ૩૦ દિવસ પછી ઉપરોક્ત બાયોપેસ્ટીસાઇડનું મગફળીના ચાસે-ચાસે જમીનમાં ડ્રેંચીગ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. 👉 મગફળી ના પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન જાણવા માટે https://youtu.be/p-yxgx796s0 આ વિડીયો જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
10
અન્ય લેખો