મહિલા કિશાન સંઘ
Gujarat
12 Jul 19, 05:01 PM

જીવનમાં સ્વ નિર્ભર થવા માટે, સખત મહેનત જરૂરી આંધ્રપ્રદેશમાં નેલ્લોર જિલ્લા ઉદયગિરિ મંડળ ની વિલજાપૂર ગામની નિવાસી મહિલા ખેડૂત નંદિની મહેનત અને એક સાથે કામ કરવાની કલાને જીવનની સફળતાની ચાવી મને છે. તે પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે ખેતર અને ઘરનું સંચાલન કરે છે. તેમનું માનવું છે કે મહિલાઓએ જીવનમાં આત્મનિર્ભર થવા માટે સખત મહેનત કરવી જોઈએ. આઓ નંદિની અને તેમની પ્રેરક કહાની વિષે થોડું વધારે સમજીયે. 1. તમે ખેતી કરવાનું કેવી રીતે વિચાર્યું? મારા બાળપણથી મારા પિતાને ખેતરમાં કામ કરતા જોઈ હંમેશાં ઉત્સાહિત થતી હતી. 7 માં ધોરણ પછી, મેં તેમને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે આ નિર્ણયને ટેકો આપ્યો અને મને ખેતી વિશે નાની બાબતો પર માર્ગદર્શન આપ્યું. જ્યારે મારા લગ્ન થયા તો મેં મારા પતિને ખેતીમાં મદદ કરવાનું વિચાર્યું. 2. તમારા પતિ તમને ખેતીમાં કેવી રીતે મદદ કરે છે? હું અને મારા પતિ બંને ઘર અને ખેતીના કર્યો ભેગા મળીને કરીએ છીએ. તે ખેતરમાં છંટકાવ, નીંદણ-ખેડ વગેરેમાં મારી મદદ કરે છે. આ ઉપરાંત, બજારમાંથી જરૂરી કૃષિ સામગ્રી લાવવાનું કામ પણ કરે છે. 3. તમે ખેતરમાં ક્યાં પાક વાવો છો? અમે મુખ્યત્વે કાકડી, રીંગણ, મરચાં અને સરગવા જેવા શાકભાજી કરીયે છીએ. 4. ખેતીમાં તમને કેવા પડકારો આવે છે? સારી ગુણવત્તાના જંતુનાશકોની ઉપલબ્ધતા ઓછી છે. જો ઉપલબ્ધ છે તો પરિણામ મળતું નથી. આ ઉપરાંત, અમને કૃષિ પેદાશોની સારી કિંમત મળતી નથી. છેલ્લી સીઝનમાં મારી પાસે સરગવા પાકનું સારું ઉત્પાદન હતું, પરંતુ જે બજારભાવ મળ્યો તે અપેક્ષા કરતાં ઓછો હતો. 5. આ સમસ્યાઓને દૂર કરવા તમે શું કરો છો? હું સરગવાની નવી વૃદ્ધિ માટે છટણી કરી છે તેના ફૂલ આવવાની અવસ્થામાં છે, મને આશા છે કે વેચાણ વખતે આ સમયે વધુ સારું મૂલ્ય મળશે. કૃષિમાં સારા પરિણામ અને સલાહ મેળવવા માટે, હું એગ્રોસ્ટાર એપ પર મારી પાકનો ફોટો પોસ્ટ કરીને એગ્રોસ્ટારના એગ્રી ડૉક્ટરનો સંપર્ક કરું છું. 6. ઘરકામ અને ખેતી કરવા માટે તમે કેવી રીતે સમય નીકળો છો? હું સવારના 5 વાગ્યે જાગું છું અને ઘરેના તમામ કાર્યોને પતાવી લઉં છું, મારા બાળકોને શાળામાં મોકલું છું અને તે પછી હું ખેતી કરવા જાઉં છું. પછી બાળકોના શાળામાંથી પાછા ફરવા પહેલાં ઘરે આવી જાઉં છું. 7. તમે અન્ય મહિલા ખેડૂતોને કેવી રીતે મદદ કરો છો? મારી દ્રઢ વિશ્વાસ છે કે મહિલાઓ પોતાની મહેનત દ્વારા સમાજમાં માન મેળવી શકે છે. હું મારા ખેતરમાં મદદ કરવાવાળી મહિલા મજૂરોને ખેતી સબંધિત વધારેમાં વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરું છું. જેથી એ ઘરના કામ ની સાથે સાથે પોતાની આજીવિકા પણ રળી શકે. આ ઇન્ટરવ્યૂને લાઈક અને શેર કરો. જો તમારી આસપાસ કોઈ મહિલા ખેડૂત હોય, તો તેમને પ્રેરણાદાયી કહાની શેર કરવા માટે પ્રોત્સાહિત કરો. જય કિસાન!

53
0
6
3
கருத்துகள் (3)
VALA Rajput Amarsinh
Gujarat
15 Jul 19, 05:40 PM

સરસ

Yatinbhai B.Patel
Gujarat
13 Jul 19, 12:45 PM

ખુબ સરસ

પ્રતિક ગોહેલ
Gujarat
12 Jul 19, 10:44 PM

👌👌👌