Looking for our company website?  
மன்னிக்கவும், நீங்கள் தேர்ந்தெடுத்த மொழியில் இந்தக் கட்டுரை கிடைக்கவில்லை.
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Oct 19, 07:00 AM
યોજના અને સબસીડીhttps://ikhedut.gujarat.gov.in
સ્વ-રોજગારી પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુ ના ડેરી ફાર્મ સ્થાપના ની સહાય યોજના
ફરજીયાત ઘટક 1. 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5 % વ્યાજ સહાય, તથા મહિલા અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ 12 % વ્યાજ સહાય 2. કેટલશેડના બાંધકામ પર 50 % મહત્તમ રૂ..1.50 લાખ સહાય, ગીર / કાંકરેજ માટે 75% મહત્તમ રૂ. 2.25 લાખ સહાય 3. પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર 75% મહત્તમ રૂ.43,200/- ની સહાય, ગીર / કાંકરેજ પર 90% મહત્તમ રૂ. 51,840/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક 4. ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ રૂ. 15,000/-, રૂ. 7500/-, અને રૂ. 33,750/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ ખર્ચના 90% લેખે અનુક્રમે મહત્તમ રૂ.18,000/-, રૂ. 9000/- અને રૂ 40,500/- સહાય.
નોંધ: રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ 2019-20 માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદ જ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ : 15/10/2019 સુધી અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઇન ( https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_ANH2_12Animal_SchemeApplicaiton.aspx ) વધુ માહિતી માટે ગ્રામ સેવક કે બેંક નો સંપર્ક કરો. સંદર્ભ : /ikhedut.gujarat.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
156
0