ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો: આંબામાં પાનમાં જાળા બનાવતી ઇયળનો પ્રથમ વાર ફળમાં ઉપદ્રવ
છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આંબાના પાનમાં જાળા બનાવી નુકસાન કરતી આ ઇયળ ફળમાં પણ નુકસાન કરતી હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી છે. ઉપદ્રવ બીજા વિસ્તાર અને અન્ય રાજ્યોમાં પણ પ્રસરી શકે છે. આ ઇયળનો ઉપદ્રવ એપ્રીલ થી નવેમ્બર દરમ્યાન વધુ રહેતો હોય છે. નુકસાન: શરુઆતમાં ઇયળ પાન ઉપર ઘસરકા પાડી ખાય છે, ત્યાર બાદ પાનમાં જાળુ બનાવી અંદર રહી નુકસાન કરે છે. આ વર્ષે મોટી ઈયળો ફળનો ગર્ભ ખાતી જોવા મળી છે. ફળના ટોચના ભાગે નુકસાન કરતા ફળ ખરી પણ પડે છે. ફળની ગુણવત્તા ઉપર માઠી અસર થતી હોય છે.
સંકલિત વ્યવસ્થાપન: • કોહવાયેલા અને ખરી પડેલ ફળોનો નિયમિત નાશ કરવો. • નુકસાન પામેલ ડૂંખો અને પાનના જાળાને સમયાંતરે કાપીને નાશ કરવા. • ઝાડને નિયમિત છટણી કરી વાડીમાં હવા ઉજાસ વધે તેમ કરવું. • એપ્રીલ થી નવેમ્બર દરમ્યાન વાડીમાં પ્રકાશ પિંજર ગોઠવવું. • બ્યુવેરીયા બેસીઆના (૪૦ ગ્રા/૧૦ લી પાણી) અથવા લીમડાના બીના મીંજમાંથી બનાવેલ દ્રાવણ (૫%) અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ {૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૦ લી પાણી} નો ૧૦-૧૫ દિવસે છંટકાવ કરતા રહેવું. • ઉપદ્રવ વધતો જણાયતો પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા લેમ્બડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. • રહી જતા દવાનો અવષેશોને ધ્યાને લઇ રાસાયણિક દવાનો છંટકાવ અને કેરી વીણવા વચ્ચે પુરોતો સમય ગાળો અવશ્ય જાળવવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
198
17
સંબંધિત લેખ