કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ભારતે યુએસના ઉત્પાદનો પરના પ્રતિક્રિયાત્મક શુલ્કની સમયમર્યાદા વધારીને 16 મે સુધી કરી.
સરકારે અમેરિકાના 29 ઉત્પાદનો કે જેમાં બદામ, અખરોટ અને કઠોળનો સમાવેશ થાય છે, તેના પર લાગતો આયાત શુલ્ક ભરવાનો સમયગાળો વધારી છે, જે 16 મે સુધી કર્યો છે. નાણાંકીય મંત્રાલયની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે અમેરીકાના મૂળની, દર્શાવવામાં આવેલી પ્રોડક્ટ પર આયાત વેરામાં થયેલા વધારાનું અમલીકરણ 2મે થી 16 મે સુધી વધારવામાં આવ્યું છે.
આ સમય મર્યાદા જૂન 2018થી ઘણી વખત વધારવામાં આવેલ હતી, જયારે યુએસ દ્વારા કેટલાક સ્ટીલ અને એલ્યુમીનીયમ ઉત્પાદનો પર ભારે આયાત વેરો લાદવામાં આવ્યો ત્યારે ભારતે પ્રતિક્રિયાત્મક રેતે આ વેરોનો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમથી ભારતનો નિકાસ વધારો અમેરિકાએ પસંદગીની સામાન્યકૃત પ્રક્રિયા (જીએસપી) કાર્યક્રમ હેઠળ આવતા ભારતીય નિકાસકારો કે જેમને નિકાસ વધારામાંથી બાકાત કરવાનું નક્કી કર્યા બાદ આપવામાં આવ્યો છે.આ યોજના હેઠળ ભારત ની અમેરિકામાં નિકાસ $5.6 બિલીયનનો થવાની અપેક્ષા છે. આ લાભોને પાછો ખેચવા,અમેરિકાએ 60 દિવસનો સમયગાળો આપેલ છે, જે ફાયદાઓ પાછા ખેંચવા અઠવાડિયામાં પૂર્ણ થશે. આ દરમિયાન અમેરિકાના વાણિજ્ય સચિવ વેલ્બર રોઝ અને વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ 6 મેના રોજ વેપાર વિષયના મુદ્દાઓ પર દ્વીપક્ષીય ચર્ચા કરશે. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, ૦4 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0
સંબંધિત લેખ