કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કપાસનું ઉત્પાદન 6 % વધીને 276 લાખ ટન થશે
મુંબઈ: 'આંતરરાષ્ટ્રીય કપાસ સલાહકારી સમિતિના અંદાજ મુજબ 2019-20 ની સીઝનમાં, વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન 6 % વધીને 276 લાખ ટન જેટલું થશે. તાજેતરમાં, આ આંતરરાષ્ટ્રીય કપાસ સલાહકારી સમિતિએ એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં વૈશ્વિક સ્તરે કપાસ ઉત્પાદન, તેના ઉપયોગો અને દર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં કહેવામા આવ્યું છે કે કપાસનો વપરાશ 273 લાખ ટન જેટલો રહેશે. આની તુલનામાં જોઈએ તો, 2018-19 ની સીઝન દરમિયાન કુલ 260 લાખ ટન કપાસનું ઉત્પાદન થયું હતું અને આ સમયગાળા દરમિયાન વૈશ્વિક વપરાશ 268.7 લાખ ટનનો હતો.
આંતરરાષ્ટ્રીય કપાસ સલાહકારી સમિતિના જણાવ્યા અનુસાર, બજારોમાં અનિશ્ચિતતા, ધીમી આર્થિક વૃદ્ધિ અને ઓછી માંગ જેવા સતત અવરોધ હોવા છતાં કપાસનું ઉત્પાદન હજી પણ ઉચ્ચ જ રહ્યું છે. સંદર્ભ - એગ્રોવન, 3 એપ્રિલ 2019
26
0
સંબંધિત લેખ