AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
28 Mar 19, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કુસુમ યોજના હેઠળ નોંધણી કરાવતી નકલી વેબસાઇટથી સાવધાન
કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (કુસુમ) યોજના હેઠળ નોંધણી કરાવતી નકલી વેબસાઇટ બાબતે ચેતવવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ, “એવું નોંધવામાં આવ્યું છે કે કેટલીક વેબસાઇટ દ્વારા કુસુમ યોજના માટે રજિસ્ટ્રેશન પોર્ટલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી વેબસાઇટ સંભવિતરૂપે સામાન્ય જનતાને મૂર્ખ બનાવે છે અને નકલી રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા મળતી માહિતીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.’’
નવા અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા લાભાર્થીઓ અને સામાન્ય જનતાને નોંધણી માટેની ફી અથવા માહીતી શેયર ન કરવા બાબતે સૂચન આપવામાં આવ્યું છે. તાજેતરમાં, કેન્દ્રએ ખેડૂતોને સૌર પંપ અને ગ્રિડ યુક્ત સૌર ઊર્જા પાવર પ્લાન્ટની રચનાને સ્થાપિત કરવા માટેની મંજૂરી આપી છે. નવા અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે(એમએનઆરઇ) 8મી માર્ચના રોજ આ યોજના માટેની સરકારી મંજૂરી જારી કરી. આ યોજનાને વીજ વિતરણ કંપનીઓ અને રાજ્યની મધ્યવર્તી એજન્સીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જેના માટે વિગતવાર માર્ગદર્શિકા વહેલી તકે જારી કરવામાં આવશે, તેમ નિવેદનમાં ઉમેર્યું હતુ. સંદર્ભ - કૃષિ જાગરણ, 25 માર્ચ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
218
0