AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
08 Jan 20, 06:00 PM
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
તીડથી થયેલા નુકસાનને લઈ સરકારની મોટી જાહેરાત, 285 ગામના ખેડૂતોને હવે ‘લીલાલહેર’
બનાસકાંઠા સહિત રાજ્યભરમાં તીડથી પ્રભાવિત જગ્યાઓ પર ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે તીડથી થયેલા નુકસાનને લઈ ગુજરાત સરકારના કૃષિમંત્રીએ મોટી જાહેરાત કરી દીધી છે. અગાઉ કૃષિ વિભાગે બનાસકાંઠાના કલેકટરને સર્વે માટે આદેશ આપ્યો હતો. રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે મોટાભાગનું સર્વેનું કામ પૂર્ણ થયું છે. બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામ તીડથી સૌથી વધુ પ્રભાવિત હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તીડ જ્યાં પણ બેઠા ત્યાં નુકસાન થયું છે. જેના કારણે બનાસકાંઠાના 13, પાટણના 2 તાલુકામાં સૌથી મોટું નુકસાન થયું છે. આ સિવાય થરાદ, વાવ, સુઈગામ પણ તીડથી વધુ પ્રભાવિત થયા છે. આર.સી. ફળદુએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને નુકસાન મુજબ વળતર ચુકવવામાં આવશે. પ્રતિ હેક્ટર 18500ની મર્યાદામાં પ્રતિ બે હેક્ટર સહાય ખેડૂતોને કરવામાં આવશે. આ સિવાય 33 ટકાથી વધુ નુકસાન એવા 25222 હેક્ટરમાં નુકસાન થયું છે. એટલે અંદાજે રૂપિયા 31.50 કરોડ જેટલી સહાય થાય છે, જે ખેડૂતોને ચૂકવવામાં આવશે. સંદર્ભ: સંદેશ ન્યૂઝ, 07 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
12
0