AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Sep 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખરીફમાં અનાજ ઉત્પાદન પાછલા વર્ષ કરતા વધુ હોવાનું અનુમાન
નવી દિલ્હી: વર્તમાન ખરીફમાં અનાજનું ઉત્પાદન ગયા વર્ષના 14.17 કરોડ ટન કરતા વધારે હોવાનો અંદાજ છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ વખતે ચોમાસાની સીઝન દરમિયાન દેશભરમાં સારો વરસાદ થયો છે, જેના કારણે ખરીફ પાકનું ઉત્પાદન વધારે થવાની ધારણા છે, રવી પાકની વાવણી માટે પણ સારું છે.
તેમણે કહ્યું હતું કે વધુ પડતા વરસાદને કારણે દેશના 12 રાજ્યોમાં પૂર આવ્યા હતા, પરંતુ તેમ છતાં અનાજ ઉત્પાદનનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. દેશમાં ખરીફ સીઝનમાં વધારે વરસાદના કારણે જળાશયો પણ ભરાયા છે. તેમણે કહ્યું કે દેશ કઠોળમાં લગભગ આત્મનિર્ભર બની ગયો છે પરંતુ તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવાની જરૂર છે જેથી આયાત પરની નિર્ભરતા ઓછી થઈ શકે. પાકની સીઝન 2019-20 દરમિયાન કઠોળના ઉત્પાદનનું લક્ષ્યાંક 263 લાખ ટન રાખવામાં આવ્યું છે, જ્યારે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન 10.05 કરોડ ટન લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ચોખાના ઉત્પાદનનો લક્ષ્યાંક વર્તમાન ખરીફમાં 11.60 કરોડ ટન હોવાનો અંદાજ છે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 20 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
53
1