કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કપાસની નિકાસ પર કોરોના વાયરસ ની અસર નહીં પડે
કપાસનું વાવેતર કરનારા ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયા (સીએઆઈ) ના અહેવાલ મુજબ કોરોના વાયરસનો પ્રકોપ કપાસના નિકાસ પર ખાસ અસર કરશે નહીં. સીએઆઈ નું માનીએ તો, એવી ધારણા છે કે ચાલુ સીઝનમાં કપાસની કુલ નિકાસ લગભગ 42 લાખ ગાંસડી રહેશે. સીએઆઈના અધ્યક્ષ અતુલ ગણાત્રાએ કહ્યું છે કે કોરોના વાયરસ ના પ્રકોપ થી કપાસની નિકાસમાં વધુ અસર થશે નહીં. કારણ કે પાછલા વર્ષમાં એટલે કે 2019 માં કપાસની નિકાસ વધારે કરી ન હતી. ગયા વર્ષની વાત કરીએ તો ચીનમાં ફક્ત 8 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2020 ના અંતમાં સંસ્થાએ લગભગ 6 લાખ ગાંસડીની નિકાસ કરી છે. અધ્યક્ષનું કહેવું છે કે બાંગ્લાદેશ ની સાથે અન્ય ઘણા બજારોમાંથી કપાસની માંગ વધી છે. તે જ રીતે, કપાસની 5-5 લાખ ગાંસડી
વિયેતનામ અને ઇન્ડોનેશિયામાં નિકાસ કરવામાં આવી છે. વર્તમાન સત્રમાં આ સંગઠન પાસે હજી 6 મહિના નો વધુ સમય છે. તે કપાસની નિકાસના લક્ષ્યાંકને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશે. સંદર્ભ - કૃષિ જાગરણ, 13 માર્ચ 2020 આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
46
0
સંબંધિત લેખ