કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
થ્રીપ્સનું જીવનચક્ર આર્થિક મહત્વ:
થ્રીપ્સ જીવાત મોટાભાગના બધા જ પાકો જેવા કે કપાસ, મરચી, ડૂંગળી, લશણ, મગફળી, દિવેલા, તુવેર, ગુવાર, વેલાવાળા શાકભાજી, ફળપાકોમાં નુકસાન કરતી જોવા મળે છે. કેટલીક જાતની થ્રીપ્સ વાયરસથી થતા રોગોના વાહક તરીકે પણ કામ કરે છે. જીવન ચક્ર: ઇંડા અવસ્થા: માદા કીટક સરેરાસ ૫૦ થી ૬૦ ઇંડા પાનની નસોમાં મૂંકે છે. ઇંડા અવસ્થા ૪ થી ૯ દિવસની જોવા મળે છે. બચ્ચાં અવસ્થા: ઇંડામાંથી નીકળતા બચ્ચાં પાંખો વગરના આછા પીળાશ રંગના હોય છે. બચ્ચાં અવસ્થા ૪ થી ૬ દિવસની રહે છે.
કોશેટા અવસ્થા: બચ્ચાં છોડ ઉપરથી ઉતરી જમીન ઉપર ખરી પડેલ પાનની નીચે કે જમીનમાં ૨.૫ સે.મી. ઉંડાઇએ કોશેટા અવસ્થા ધારણ કરે છે જે ૨ થી ૩ દિવસની હોય છે. પુખ્ત અવસ્થા: કોશેટામાંથી નીકળતા પુખ્ત કીટક ૧ થી ૨ મિલિ લંબાઇના પીળાશ પડતા ભૂખરા રંગના હોય છે. પુખ્ત કિટક વારંવાર પાછળનો ભાગ ટપટપાવે (ઉપર-નીચે) છે જે તેની ખાસ ખાસિયત છે. પુખ્ત કિટક વધુ સક્રિય હોય છે. નિયંત્રણ: • ખેતર નિંદામણ મૂક્ત રાખવું. • શરુઆતમાં લીમડા આધારિત દવાઓ કે જૈવિક દવાઓન છંટકાવ કરી શકાય. • ઉપદ્રવ વધતો જણાય ત્યારે બુપ્રોફેઝિન ૨૫ એસસી @ ૨૦ મિલિ અથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦.૨૬ ઓડી @ ૧૦ મિલિ અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુપી @ ૧૦ ગ્રા અથવા ડાયનેટોફ્યુરાન ૨૦ એસજી @ ૭ ગ્રા અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી @ ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી @ ૭ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + ફેનપાયરોક્ષીમેટ ૨.૫ % એક @ ૧૦ મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી @ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ભલામણ કરેલ પાક ઉપર છંટકાવ કરવો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
158
2
સંબંધિત લેખ