કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ઉત્તરાયણના દિવસે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદ ની મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ મધ્યમ રહેશે. એટલે કે પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાકની રહેશે.તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. ચાલું વર્ષે ડિસેમ્બર સુધીના તહેવારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. 12 અને 13 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સોમવારે જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દિવસોમાં મ.ગુજરાત, ઉ.ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે. ત્યારે 9, 10 અને 11 તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. સાથે ઉ.ગુજરાત અને બનાસકાંઠામાં ખુબ જ ઠંડી પડે તેવી આગાહી કરાઇ છે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ, 9 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
18
0
સંબંધિત લેખ