સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઝીરો એનર્જી કૂલ ચેમ્બર : શીત સંગ્રાહકોનાં બદલે ઓછા ખર્ચવાળા વિકલ્પ
ઝીરો એનર્જી કૂલ ચેમ્બર પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ છે અને તે કોઇ પણ બિનઅનુભવી વ્યક્તિ સરળતાથી બનાવી શકે છે.
પ્રસ્તાવના ● લણણી/કાપણી બાદ ફળો અને શાકભાજીઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે. ● વીણી બાદના ફળો અને શાકભાજીઓમાં પોષણની માત્રાને જાળવી રાખે છે. ● યાંત્રિક અને વિદ્યુત ઊર્જાની જરૂર પડતી નથી. ● ઠંડા વાતાવરણને લીધે વીણી બાદના ફળો અને શાકભાજીઓને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. ● પ્રદૂષણ રહિત હોવાથી તે પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ છે. ● બિનઅનુભવી વ્યક્તિ પણ બનાવી શકે છે. ઝીરો એનર્જી કૂલ ચેમ્બરને કેવી રીતે બનાવી શકાય? જગ્યાની પસંદગી ● પસંદ કરેલ વિસ્તાર ઠંડો અને છાંયડાવાળો હોવો જોઇએ. ● ટેકરાળ તેમજ પાણીનો યોગ્ય નિકાલ થઇ શકે તેવો વિસ્તાર હોવો જોઇએ. ● પાણીના સ્ત્રોતની નજીક હોવો જોઇએ. જરૂરી સામગ્રી ● ઇંટો ● રેતી ● વાંસ ● ગુણિયાં/કોથળા ● ભૂસું બાંધકામ ● ઇંટોથી પાયો બનાવો (165*115 સેમી) ● દિવાલોની વચ્ચે 7.5 સેમી પહોળી અને 70 સેમી ઊંચી ડબલ દિવાલ બનાવો. ● ઓછા ખર્ચ વાળા ચેમ્બર બનાવવા વાંસ, ભૂસું અને સૂકા ઘાસ આચ્છાદિત ફ્રેમ કરવી અથવા લાકડા વડે આચ્છાદન કરવું . ● ચેમ્બરને ઢાંકવા માટે ચેમ્બર ઉપર છાપરાંનો ઉપયોગ કરવો જોઇએ કાર્યપદ્ધતિ ● ઓરડીમાંની રેતી, ઇંટો અને છતના આવરણને ઠંડુ રાખવું જરૂરી છે. ● સવારે અને રાત્રે એકવાર પાણી છાંટવું જોઇએ. ● ફળો અને શાકભાજીઓને નુકસાન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકના છિદ્રિત કેરેટમાં સંગ્રહવા જોઇએ. સાવચેતી ● સંગ્રહિત પેદાશો પર પાણીના ટીપાં પડતાં અટકાવવા કેમ કે તે ફૂગના રોગને આમંત્રિત કરી શકે છે. ● રેતી કાર્બનિક પદાર્થ, માટી વગેરે રહિત હોવી જોઇએ. ● ચેમ્બર સ્વચ્છ રાખવો. ● ખાલી ચેમ્બરમાં માન્ય કરેલ ફૂગનાશક અથવા કીટનાશકનો છંટકાવ કરવો. ● આ રસાયણોનો ઉપયોગ કરતા પહેલા ફળ અથવા શાકભાજી ઓરડીમાંથી બહાર કાઢવા. સંદર્ભ : IMoT એગ્રી ફૉમ લિંક્ડઇન સ્લાઇડ શેર : ગરિમા ટી., વિદ્યાર્થીની, જીબી પન્ત યુનિવર્સિટી, ઉત્તરાખંડ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
273
0
સંબંધિત લેખ