પશુપાલનપશુ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ.
ગાભણ ગાય-ભેંસની સારસંભાળ
આ સંભાળ શા માટે? નફાકારક પશુપાલન માટે ગાય - ભેંસમાં દર ૧૩ કે ૧૪ માસે નિયમિત વિયાણ થાય અને તંદુરસ્ત વાછરડાંનો જન્મ થાય તે જરૂરી છે . આ અંગે વિયાણ બાદ ૩ થી ૪ માસમાં પશુનું ફરીથી ગરમીમાં આવવું જરૂરી છે અને તે પશુ વેતરે આવ્યેથી ૧ કે ૨ વાર ફેળવવાથી તે ફરી ગાભણ થાય તે જરૂરી છે . ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસમાં ( ૧ ). પશુ પાણીમાં લાંબો સમય તરે નહી, ડુંગરાળ - ખાડા ટેકરાવાળા વિસ્તારમાં વધુ ફરે નહી તે ખાસ જોવું કેમકે આ સ્થિતિમાં ગર્ભના હલન - ચલનથી કોઇ વાર ગર્ભાશયની કે પ્રસવના માર્ગની આંટી પડી જવાની શક્યતા રહે છે જેનાથી મુશ્કેલી ભર્યું વિયાણ કે પશુના મૃત્યુની સંભાવના રહેલ છે. ( ૨ ) પશુને આફરો થાય તેવો ખોરાક વધુ પડતો ન આપવો . ( ૩ ) જો પ્રસવના સમય પહેલાં દેહ બહાર આવતો હોય ( Pre - Partum Prolapse ) તો પશુચિકિત્સક પાસે સારવાર અપાવી સીકી બાંધવી જોઈએ. ( ૪ ) દેહ ખસવાની, માટી ખસવાની અગાઉની માહિતી હોય તેવા પશુને ખાસ આગળના પગ ઢોળાવમાં રહે તે રીતે બાંધીએ .
( ૫ ) ગાભણ ગાય - ભેંસમાં ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ ખુબ કટોકટી ભર્યા હોય છે. કારણ કે આ સમય દરમ્યાન પશુને પોતાનું અને વિકસતા ગર્ભનું ભરણપોષણ કરવાનું હોય છે . તેથી આ સમય દરમ્યાન પશુને પુરતા જથ્થામાં પૌષ્ટિક આહાર ( ખાણ - દાણ , લીલો - સુકો ઘાસચારો , ક્ષાર મિશ્રણ ) સ્વચ્છ રહેઠાણ અને વિશેષ માવજતની જરૂર પડે. સંદર્ભ: પશુ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
764
0
સંબંધિત લેખ