આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લશણ-ડૂંગળીમાં થ્રીપ્સનો ઉપદ્રવ કેમ વધે છે?
આ જીવાત બહુભોજી હોવાથી ખેતરમાં ઉગી નીકળેલ નિંદામણ ઉપર નભે છે અને પછી લશણ-ડૂંગળીના છોડને નુકસાન કરે છે. થ્રીપ્સની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી જેમ પિયતનો ગાળો લંબાશે તેમ તેનો ઉપદ્રવ વધશે. જે ખેડૂતો લશણ પૂંખીને વાવે છે તેવા ખેતરમાં આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. થ્રીપ્સના નુકસાનથી છોડ કોકડાઇ જઇ વાંકો-ચુકો બની જાય છે. યોગ્ય પગલાં લો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
90
1
સંબંધિત લેખ