આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આ ઋતુ માટે કપાસના બિયારણની કઇ જાત ઉત્તમ છે?
જમીનનો પ્રકાર, સિંચાઇની સુવિધાઓ, આબોહવા અને છેવટે ગત મોસમમાં તમે વાવેલા પાકના અનુભવના આધારે કપાસના બિયારણની જાત પસંદ કરવી જોઇએ. " પાકવાના દિવસોને આધારે વહેલી, મધ્યમ અને મોડી પાકની ત્રણ જાત છે. 1. જો તમારી જમીન પિયત સુવિધાઓ સાથોસાથ ફળદ્રુપ પણ હોય અને તમે વહેલી વાવણીની યોજના કરી રહ્યા હોવ તો મોડી પરિપક્વ થતી જાતને પસંદ કરવી જોઇએ. 2. પિયતની ઓછી સુવિધા સાથોસાથ જ્યાં પિયત નહેર અથવા કૂવા પર આધારિત હોય, ત્યાં મધ્યમ પરિપક્વતાવાળી જાતની પસંદગી કરવી જોઇએ. 3. જો જમીન ઓછી ઉપજાઉ હોય અને બિનપિયત કપાસ વાવવો હોય તો હંમેશા વહેલી પરિપક્વતા વાળી જાતની પસંદગી કરવી. 4. જો તમે શીયાળું પાક જેવા કે ઘઉં, રાઇના વાવેતર માટે યોજના કરી રહ્યા હોવ તો, વહેલી અથવા મધ્યમ પરિપક્વતાવાળી જાત તમારા માટે વધુ યોગ્ય રહેશે કે જે સારા વ્યવસ્થાપન દ્વારા 5 મહિનામાં/ 150 દિવસોમાં પરિપક્વ થઇ શકે છે. 5. તમારા પ્રદેશના હવામાનના આધારે જાતની પસંદગી કરવી જોઇએ. 6. તમારે યોગ્ય સમયે વાવણી કરવી જોઇએ.
તમારા માટે કઇ જાત ઉત્તમ છે તે જાણવા અને તમારી પસંદ કરેલ જાતની વાવણીની તારીખ જાણવા આજે જ એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટર સાથે વાત કરો. માત્ર 1800 3000 0021 નંબર પર મિસ્ડકૉલ આપો એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટર તમને માર્ગદર્શન આપવા સંપર્ક કરશે. આ મહત્વપૂર્ણ માહિતીને કપાસ વાવતા બીજા ખેડૂતો સાથે શૅર કરવાનું ભૂલશો નહીં. સારી ઊપજ મેળવવા આ વખતે યોગ્ય જાતની પસંદગી કરો. જય કિસાન!
103
1
સંબંધિત લેખ