મોનસુન સમાચારabpasmita.in
વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી ?
સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા ડેમની સપાટી ૧૨૦.૬૨ મીટરે પહોચતાં ૨૪ કલાકમાં ૨૨ સેમી જેટલો સપાટીમાં વધારો થયો છે. જ્યારે કરજણ ડેમની સપાટી ૯૯.૫૩ મીટર, નાના કાકડી આંબા ડેમની સપાટી ૧૭૯.૨૦ મીટર, ચોપડવાવ ડેમની સપાટી૧૭૮.૭૫ મીટર નોંધાઇ છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 8 જુલાઈ, 2019
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો
131
0
સંબંધિત લેખ