આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આવા ઇંડા પાકમાં દેખાય છે? તો જાણો આના વિષે:
આ ઇંડા ક્રાયસોપાના છે કે જે ફાયદાકારક કીટક છે. આવા ઇંડામાંથી નીકળતી ઇયળ પાકમાં નુકસાન કરતી મોલો, સફેદમાખી, તડતડિયા, થ્રીપ્સ, પ્રથમ અવસ્થાની પાન ખાનાર ઇયળ વિગેરેનું ભક્ષણ કરી તેમની વસ્તિમાં સારો એવો ઘટાડો કરે છે. આવા ફાયદાકારક કિટકોની હાજરી હોય તો તેમનું જતન કરવું. અન્ય જીવાત માટે દવા છાંટવાની જરુરિયાત ઉભી થાય તો આ પરભક્ષીને સલામત હોય તેવી દવા પસંદ કરવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
46
0
સંબંધિત લેખ