મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
વરસાદને લઈને ચિંતાજનક આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં ખેડૂતોએ હજી વરસાદની રાહ જોવી પડશે. હાલ વરસાદી વાતાવણની કોઈ જ સિસ્ટમ સક્રિય બની રહી નથી. જેથી આગામી 3 દિવસ વરસાદની બિલકુલ શક્યતા નથી. જેના પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સરોતર સહિતના વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જોકે સિસ્ટમ ન બનતા રાજ્યમાં 4 દિવસ છુટો છવાયો વરસાદ પડશે. હવામાન વિભાગે દીવ, દમણમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો વેરાવળ, સુરત, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ છુટાછવાયા ઝાપટાની શક્યતા છે. સંદર્ભ : સંદેશ 11 જુલાઈ 2019
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો
11
0
સંબંધિત લેખ