મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
વરસાદને લઇને હવામાન વિભાગે કરી ચિંતિત આગાહી
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમા ભારે વરસાદ થવાની કોઈ શક્યતા જણાતી નથી. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પહેલા વરસાદ બાદ વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યાં હવે વરસાદે હાથતાળી આપતાં વાવેતર મૂરઝાઈ રહ્યું છે. ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સંદર્ભ: સંદેશ 16 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
245
0
સંબંધિત લેખ