મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
હવામાન વિભાગની આગાહી…..
રાજ્યનાં તમામ લોકો માટે ખુશીના સમાચાર છે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે દમણ, દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાથે જ શહેરીજનો પણ ગરમી અને ઉકળાટથી કંટાળી ગયા છે જેથી હવામાન વિભાગની આ આગાહીથી લોકો ખુશ થઇ રહ્યા છે. જોકે, હવે એ જોવાનું રહ્યું કે, રાજ્યમાં વરસાદ ક્યારે દસ્તક આપે છે. સંદર્ભ : સંદેશ 15 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
65
0
સંબંધિત લેખ