મોનસુન સમાચારabpasmita.in
ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
અમદાવાદ: સૌરાષ્ટ્રમાં ચોમાસુ જાણે પૂરું થવાનુ નામ ના લેતુ હોય તેમ ગુરુવારે કરા સાથે અર્ધાથી ચાર ઈંચ વરસાદ પડયો હતો. કલાણા 4, ધોરાજી, ગુંદાસરી, ઢાંક 2, મોટીમારડ 1, ધ્રાફા , લાલપુર 1 ઈંચ વરસાદ પડયો હતો. વરસાદથી મગફળી, કપાસ, ઘઉં, ચણા, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં પણ શિયાળાની શરૂઆત થઈ નથી. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 20 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થવાની છે. તે પહેલા વરસાદની આગાહી છે.ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક કચ્છ, દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સંદર્ભ : એબીપી અસ્મિતા, 15 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
12
0
સંબંધિત લેખ