મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઇને હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગના મતે ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યું છે. વિદાયની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ચોમાસાની વિદાયના લક્ષણો રાજ્યમાં દેખાઇ રહ્યા છે.આગામી બે દિવસ બાદ વરસાદની સ્થિતિને લઇને પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે, 15 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે, ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 141 ટકા વરસાદ વરસ્યો છે. આ વર્ષે લગભગ 4 મહિના સુધી ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે. પરંતુ હવામાન વિભાગના મતે, 10મી ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લે તેવી આગાહી કરી છે.જેમાં 25 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં 951થી વધુ મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-2018માં આ સમયે ગુજરાતમાં 76.73% વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.43 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 09 ઓક્ટોબર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
27
0
સંબંધિત લેખ