મોનસુન સમાચારabpasmita.in
ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
આગામી દિવસોમાં ગુજરાતમા ભારે વરસાદ પડશે. 27 જુલાઈથી ગુજરાતમા વરસાદની તીવ્રતા વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 26 જુલાઈના બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જયંત સરકારે ગુજરાતમાં ભારે વરસાદને લઈને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમા ભારે વરસાદ પડશે. 27 જુલાઈથી ગુજરાતમા વરસાદની તીવ્રતા વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 26 જુલાઈના બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમ મજબુત હોવાના કારણે ગુજરાતમાં સારો વરસાદ આવશે તેવું લાગી રહ્યું છે. 28 અને 29 જુલાઈના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 26 જુલાઈ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
36
0
સંબંધિત લેખ