મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુરમાં પવનની સાથે ભારે વરસાદની આગાહી છે. જોકે અમદાવાદમાં આજે વહેલી સવારથી મેધરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. રાજ્યમાં આગામી 24 કલાકમાં તોફાની પવન સાથે ભારે વરસાદના યોગ છે. મધ્ય ગુજરાતથી લઈ અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું. ઉત્તર છત્તીસગઢ ઉપરનું ડીપ્રેસન મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. હવે આગામી બે દિવસમાં તે વેલમાર્ક્ડ લો પ્રેસરમાં એટલે કે ભારે વરસાદ લાવે તેવી સીસ્ટમમાં ફેરવાઈને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનુ હોય તેની અસર રૂપે સૌરાષ્ટ્ર , મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાએ કરી છે. સંદર્ભ : સંદેશ 9 ઑગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
34
0
સંબંધિત લેખ