આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં પિયત વ્યવસ્થાપન
કપાસના પાકમાં સારું ઉત્પાદન મેળવવા માટે વરસાદ ઉપરાંત પિયત વ્યવસ્થાપન ખુબ જરૂરી છે. વરસાદ બંધ થયા બાદ, જમીનમાં ભેજની હાજરી મુજબ ભારે કાળી જમીનમાં 20 થી ૨૫ દિવસે અને ગોરાડું જમીનમાં ૧૫ - 20 દિવસના અંતરે પિયત આપવું. કપાસના પાકની મુખ્ય અવસ્થાઓ કે જ્યાં પિયતની ખાસ જરૂર હોય છે. ૧. ફળાઉ ડાળી અવસ્થા ૨. ફૂલો આવવાની અવસ્થા ૩. જીંડવા બેસવાની અવસ્થા ૪. જીંડવા ફાટવાની અવસ્થા કપાસના પાકમાં ફૂલ ભમરી બેસતા પહેલા પિયત આપવું. પુષ્કળ ફૂલ ભમરી આવેલ હોય ત્યારે પિયત આપવું હિતાવહ નથી પણ પાણીની ખેંચ હશે તો ફૂલ ભમરી ખરી જાય છે, માટે આ અવસ્થામાં પાણીની ખેંચ આપવી નહિ. ખુબ ટૂંકા ગાળે પિયત આપવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. પરિણામે ફલાવરીંગ આવતા અને જીંડવા ફાટવામાં વાર લાગે છે.
175
0
સંબંધિત લેખ