કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વાતાવરણમાં ફેરફાર ખૂબ મોટો પડકાર : વીપી નાયડુ
દેશના વિકાસમાં ખેડૂતો મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુંએ જણાવ્યું હતું કે દેશના ખાદ્ય સંરક્ષણની જાળવણી કરવામાં ખેડૂતો મહત્વનો ભાગ ભજવે છે. તેઓ ડબ્લ્યુઆરઆઈ ઇન્ડિયાના વાર્ષિક “કનેકટ કરો”માં હાજર હતા. નાયડુંએ જણાવ્યું હતું કૃષિ ક્ષેત્રને વધુ નફાકારક બનાવવા માટે પગલાં લેવા જરૂરી છે. ખેડૂતોની આવક વધારવા તેમના માલ માટે નવા બજારો ઉપલબ્ધ કરવા જોઈએ. પ્રકૃતિના સંરક્ષણ માટે વિકાસની નીતિમાં સુધારો કરવાની સાથે સામુદાયિક પ્રયત્નની જરૂર છે.
સમગ્ર વિશ્વ માટે વાતાવરણમાં ફેરફાર એક પડકાર છે. પ્રકૃતિને સંતુલિત કરવા સરકારે, જાહેર જનતાએ અને ખાનગીક્ષેત્ર બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. વૃક્ષોના વાવેતર, સ્વચ્છતા અને મહિલાઓના શિક્ષણ અંગેની જાગૃતિ વધારવી જરૂરી છે. પ્રકૃતિ સંરક્ષણના પાઠ શાળાના વિદ્યાર્થીઓને શીખવવા જોઈએ. સ્ત્રોત- કૃષિ જગત, માર્ચ 30, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
133
0
સંબંધિત લેખ