કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કૃષિ ક્ષેત્રના પડકારો નો સામનો કરવા સાથે મળી પ્રયાસ કરવો - શ્રી વેંકૈયા નાયડુ
નવી દિલ્હી: શ્રી વેંકૈયા નાયડુએ વિજયવાડામાં એક બેઠકમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યું હતું કે દેશમાં કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને ઘટાડવા માટે દરેક વ્યક્તિને એક સાથે આવવા અને એક સાથે કામ કરવાની જરૂર છે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ખેતીમાં સુધારો કરવા ગ્રામીણ રસ્તાઓનો વિકાસ, વધુ ગોડાઉનની વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજ, પાણી અને વીજ પુરવઠો જેવા પાયાભૂત વિકાસ કરવાની જરૂર છે. સાથે જ, ખેડૂતોને સમયસર વ્યાજની સુવિધા પૂરી પડવી પણ ખુબ જ જરૂરી છે.
કૃષિ અને ખેતીમાં વિવિધતા વિશે ખેડૂતને શિક્ષિત કરવાની જરૂર છે. દેશમાં અને વિશ્વના અન્ય ભાગોમાં કૃષિ ક્ષેત્રને મોટા પાયે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. નાયડુએ એમ પણ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સંબંધિત અનેક મુદ્દાઓ પર સમન્વયથી કામ કરવાની જરૂર છે. સંદર્ભ - કૃષિ જાગરણ, 18 માર્ચ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
56
0
સંબંધિત લેખ