કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખેડૂતો આપણાં અન્નદાતા છે, તેમને માન અને ટેકો આપો ! : વેંકૈયા નાયડુ
પુણે: વૈકુંઠ મહેતા નેશનલ કોઓપરેટિવ મેનેજમેન્ટના ડિગ્રી એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ગ્રામ્ય સ્તરે લેબોરેટરી ટેક્નોલૉજી લઈ આવવાની જરૂરિયાત છે અને સાથે સિંચાઇ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને વીમા સેક્ટરને પણ સશક્ત કરવાની જરૂર છે.
નાયડુએ જણાવ્યું હતું કે અનિયમિત ચોમાસુ, બજારની અનિશ્ચિતતા અને કુદરતી આપત્તિઓ જેવા પરિબળો કૃષિ ક્ષેત્ર પર સીધા અસર કરે છે માટે આપણે ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા માટે ગંભીર થઈને ધ્યાન આપવાની જરૂર છે. કૃષિ ક્ષેત્રને ટકાઉ અને સસ્તું બનાવવા માટે ખેડૂતો અને ગ્રાહકોએ એકબીજાને ટેકો આપવો જોઈએ. તેમને વધુમાં કહ્યું કે, કૃષિને ટકાવી રાખવા માટે બહુવિધ સ્તરની વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે ખેડૂતો આપણાં અન્નદાતા છે અને માટે આપણે તેઓને આદર આપવો જ જોઇએ. ખાદ્ય સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષા માટેની મુખ્ય ચાવી છે અને કૃષિ ક્ષેત્રને ટકાઉ અને આર્થિક રીતે કિફાયતી બનાવવા માટે એક કાયમી નીતિ અપનાવવી જોઈએ. સંદર્ભ - કૃષિ જાગરણ, 26 માર્ચ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
69
0
સંબંધિત લેખ