જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વર્મી કમ્પોસ્ટ ખાતર ના ફાયદા
જૈવિક ખાતરોનો ઉપયોગ પાકની વૃદ્ધિ અને વધુ ઉત્પાદકતા મેળવવા માટે ફાયદાકારક છે. રાસાયણિક ખાતરોની મર્યાદાઓ અને જૈવિક ખાતરોના ફાયદાઓને ધ્યાનમાં રાખીને આપણા ખેતરમાં જૈવિક ખાતર ઉપલબ્ધ કરાવવું એ સમયની જરૂરિયાત છે. તેથી, આપણે કમ્પોસ્ટ ખાતર અને છાણીયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ._x000D_ વર્મી કમ્પોસ્ટ ખાતર પરીક્ષણ:_x000D_ • તમામ પાકના અવશેષો ઇંડા આકારના નાના ગોળીઓ થઇ ગયેલ જોવા મળે છે._x000D_ • વર્મી કમ્પોસ્ટનું પીએચ લેવલ 7 વચ્ચે હોય છે._x000D_ • વર્મી કમ્પોસ્ટની ગંધ પાણી આપ્યા બાદ માટીની ગંધ જેવી રહે છે._x000D_ • ખાતરનો રંગ ઘાટો કાળો હોય છે._x000D_ જૈવિક કાર્બન:_x000D_ નાઇટ્રોજન રેશિયો 15 થી 20.1 છે. વર્મી કમ્પોસ્ટ ખાતરમાં છાણીયા ખાતર કરતાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ બમણું હોય છે. સામાન્ય રીતે, પાકના અવશેષોમાંથી તૈયાર કરેલ વર્મી કમ્પોસ્ટ ખાતરમાં શેરડીના ખાતરમાં નાઇટ્રોજન 1.85, 0.65% ફોસ્ફરસ, 1.30% પોટાશ અને 35% થી 42% જૈવિક કાર્બન હોય છે. પરિણામે પાકના અવશેષોમાંથી તૈયાર કરાયેલો વર્મી કમ્પોસ્ટ ખાતર શેરડીની ખેતી માટે એક ઉત્કૃષ્ટ ખાતર છે અને એક હેકટરના વિસ્તાર માટે 5 ટન વર્મીકમ્પોસ્ટ ખાતરને ભેળવીને માટી થી ઢાંકી દેવું._x000D_ _x000D_ વર્મી કમ્પોસ્ટના ફાયદા: _x000D_ • જમીનની ફળદ્રુપતામાં સુધારો કરે છે._x000D_ • માટીના કણોની સંરચનામાં એક યોગ્ય પરિવર્તન થાય છે._x000D_ • અળસિયા એ જમીનને પોચી રાખવાનું કામ કરે છે. _x000D_ • જમીનમાં પાણી ધારણ ક્ષમતામાં વધારો થાય છે._x000D_ • જમીનનું ધોવાણ અટકાવે છે._x000D_ • જમીનનો (પીએચ) સ્તર જાળવી રાખે છે._x000D_ • વર્મી કમ્પોસ્ટ માં હ્યુમસનું વધારે પ્રમાણ હોવાના કારણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને અન્ય સુક્ષ્મજીવો છોડને ઉપલબ્ધ કરાવે છે._x000D_ • જમીનમાં ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે. _x000D_ • પોષકતત્વો નો વ્યય અટકાવે છે અને રાસાયણિક ખાતરોના વપરાશ ની કાર્યક્ષમતામાં અને જમીનમાં સેન્દ્રીય પદાર્થો ના કહોવાણની ઝડપમાં વધારો કરે છે._x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો._x000D_
238
3
સંબંધિત લેખ