જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ
જો ખેતરમાં ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે,તો નર ફુદા ને માદા ફુદાની કૃત્રિમ ગંધ તરફ આકર્ષિત થઈ શકે છે. વિવિધ જીવાતની ગંધ પ્રકૃતિમાં ખૂબ જ અલગ હોય છે. આવા કૃત્રિમ પ્રલોભન પ્રયોગશાળામાં વ્યાવસાયિક સ્તરે બનાવવામાં આવે છે. ફેરોમોન ટ્રેપ ની કામ કરવાની રીતો: કૃત્રિમ લિંગ પ્રલોભનનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક માળાના આકારનો ફેરોમોન ટ્રેપ લગાડવામાં આવે છે, નર ટ્રેપ માદા ની ગંધથી નરને આકર્ષિત કરે છે અને નર તેમાં ફસાય જાય છે. ટ્રેપ બંધારણ અનુસાર, એકવાર ફસાયેલ નર બચી શકતો નથી. એકવાર નર ટ્રેપમાં આવ્યા પછી નર માદા ને દખલ કરતો નથી અને જેના કારણે આવનારી પેઢી ઉત્પન્ન કરતો નથી, જેના કારણે જીવાતનું સરળ નિયંત્રણ થાય છે. જીવાત વ્યવસ્થાપન માટે ઉપયોગ: જ્યારે જીવાત દુર્લભ હોય છે, ત્યારે તે સમયે ટ્રેપનો ઉપયોગ પતંગીયા ને પકડવા માટે કરી શકાય છે, તે માટે મોટી સંખ્યામાં ફેરોમોન ટ્રેપ સ્થાપિત કરવાથી મોટા પતંગીયા પકડવાની મદદ મળે અને અને આ પ્રકાર આગળ પ્રજનન ઓછું કરી શકાય છે. આમ, જીવતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ફેરોમોન ટ્રેપની કિંમત જંતુનાશકોની તુલનામાં ઘણી ઓછી છે. ટ્રેપનો આખા વર્ષ દરમ્યાન ઉપયોગ કરવો સરળ છે, ફક્ત લ્યુરને નિયમિતપણે બદલવી જોઈએ. રાસાયણિક જંતુનાશક દવાઓના નુકસાનથી જૈવિક ખેતીમાં જીવાત નિયંત્રણનો ઉપયોગ ઓછો થાય છે. પ્રકૃતિને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ જીવાત વ્યવસ્થાપન પદ્ધતિ ઉપયોગમાં લેવા માટે ખૂબ જ સરળ અને સસ્તી છે, અને તેના માટે કોઈ તાલીમ લેવાની જરૂર નથી. ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરતી વખતે કાળજી લેવી જોઈએ: 1) પાકમાં જીવાતનાં પ્રકારનાં આધારે, ટ્રેપ માટે લ્યુરને પસંદ કરવી જોઈએ. 2) સર્વેક્ષણ માટે, દરેક પ્રકારના જીવાતને પ્રતિ હેકટર દીઠ 5 ટ્રેપનો ઉપયોગ કરવો જોઇએ, પરંતુ મોટા પ્રમાણમાં જીવાતના પતંગીયાને પકડવા માટે પ્રતિ હેક્ટર દીઠ 15 થી 20 ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો જોઇએ. 3) ફેરોમોન ટ્રેપમાં લ્યુર 20-30 દિવસે બદલવી. (જે ફુદા ટ્રેપમાં કેટલા આવે છે તેના આધાર પર લ્યુર બદલવી) ફેરોમોન ટ્રેપમાં લ્યુર લાગવતી વખતે પેટ્રોલ, ડીઝલ, સુગંધિત પદાર્થો, અત્તર, ડુંગળી-લસણ તમાકુની આવી ગંધ ન હોવી જોઈએ. 4) સામાન્ય રીતે પાકની ઉચાઈ પર જમીન ઉપરથી 2 થી 3 ફૂટ ઉપર રાખવા જોઇએ. ઉપરાંત, પક્ષીઓ, પાલતુ બિલાડીઓ, કૂતરાઓ, નાના બાળકો દ્વારા ટ્રેપને નુકશાન ન કરે તેની કાળજી લેવી. 5) ટ્રેપમાં પડેલા ફૂદાંને 2-3 દિવસ પછી ટ્રેપમાંથી દૂર કરવા જોઈએ. વરસાદનું પાણી ટ્રેપમાં ન પડવા દેવું. બજારમાં ફેરોમોન ટ્રેપ લેતી વખતે લ્યુર પાકની સાથે જીવાતો અનુસાર મંગાવો. સંદર્ભ : શ્રી. તુષાર ઉગલે, પાક સંરક્ષણ નિષ્ણાત
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
219
0
સંબંધિત લેખ