જૈવિક ખેતીખેતી બધાં માટે
પાકના પોષણ માટે લીમડાના બીજનો ઉપયોગ કરવો
લીમડાના મીંજનો અર્ક: લીમડાના મીંજનો અર્ક બનાવવાની સરળ પદ્ધતિ નીચે દર્શાવેલ પગલાંઓનો સમાવેશ કરે છે. • લીમડાના સૂકાં બીજ લેવા અને ખાંડણી અને દસ્તા અથવા બીજા કોઇ ખાંડવાના સાધન વડે તેને ખાંડવા (બીજનું આવરણ દૂર કરો). બીજના ગર્ભ અને બીજ આવરણના મિશ્રણમાંથી બીજાવરણને દૂર કરી તેને સાફ કરો. • 1 કિલો વજનનો શુદ્ધ લીમડાનો ગર્ભ લો અને તેને ચાની ભુક્કીની જેમ સારી રીતે ખાંડીને પાઉડર બનાવો. મીંજને એવી રીતે ખાંડવા જોઇએ કે તેમાંથી બિલકુલ તેલ બહાર ન આવે. તેને લગભગ 10 લિટર શુદ્ધ પાણીમાં પલાળો. 10 મિલિ જેટલો નિષ્ક્રિય પીએચ ઉદ્દીપક (ઇમલ્સિફાયર મિશ્રણ, સ્પ્રેડર, વિગેરે) ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો. • આ મિશ્રણને આખી રાત રાખો અને બીજા દિવસે તેને ચોખ્ખા મલમલના કાપડથી ગાળી લો. બાકી રહેલા ભાગમાં પાણી ઉમેરો અને આ નિષ્કર્ષણનું 2-3 વખત પુનરાવર્તન કરો. આ શેષ ભાગનો છોડ માટેના ખાતર તરીકે ઉપયોગ કરો.
(NKAE) લીમડાના મીંજના અર્કનો છંટકાવ • પાક પર NKAEના 1.25 ટકા થી 5 ટકા (લીમડાના ગર્ભના વજનના આધારે)નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. • આ અર્કનો ઓછી સાંદ્રતા એ નિરોધક તરીકે અને ઉચ્ચ સાંદ્રતા એટલે કે 5 ટકા સુધીની સાંદ્રતા એ રક્ષણાત્મક તરીકે ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે. • છંટકાવ માટેના દ્રાવણનો ઉપયોગ તૈયાર થાય તે જ દિવસે કરવો. • છંટકાવની પ્રક્રિયા બપોર પછીના સૂર્યપ્રકાશની ઓછી તીવ્રતામાં કરવી જોઇએ. • NKAEની અસર 7-10 દિવસ સુધી રહે છે. NKAEના છંટકાવ સમયે છોડના બધાં જ પાન આવરી લેવા અનિવાર્ય છે. સ્ત્રોત : ટીએનએયયુ એગ્રીપોર્ટલ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
574
1
સંબંધિત લેખ