ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો, જાણિએ કેટલીક જૈવિક દવાઓ વિષે
મોટેભાગે ખેડૂતો રોગ-જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓ ઉપર આધાર રાખે છે. કેટલીકવાર, જરુર ન હોય અને જીવાતની માત્રા ક્ષ્મ્યમાત્રા કરતા ઓછી હોય તો પણ દવાઓનો છંટકાવ કરવાનો આગ્રહ રાખતા હોય છે, જેને પરિણામે જીવાતના કુદરતી દુશ્મનો ઉપર વિપરીત અસર પડતી હોય છે અને વાતાવરણ પણ દુષિત થતુ હોય છે. રોગ-જીવાતની શરુઆત વખતે જૈવિક દવાઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. ચાલો, આજે આપણે કેટલીક ફૂગ-જીવાણુ આધારિત દવાઓ વિષે જાણિએ અને ઉપયોગ કરીએ.
1. ટ્રાયકોડર્મા: આ ફૂગ આધારિત દવા તલ, મગ, અડદ, ટેટી, તરબૂચ અન્ય પાકોમાં આવતા રોગો જેવા કે સુકારો, સફેદ ફૂગ, થડનો કહોવારો, મૂળનો સડો અને બીજા જમીનજન્ય હાનિકારક ફૂગથી થતા રોગોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. 2. બુવેરિયા બેસિઆના: આ પણ ફૂગ આધારિત દવા છે કે જે કોઇ પણ પાકમાં આવતી લીલી ઇયળ, લશ્કરી ઇયળ, ઘોડિયા ઇયળ, આંબાનો મધિયો વિગેરે અને ઉપરાંત કોઇ પણ જાતના ચૂસિયા પ્રકારની જીવાત સામે ઉપયોગ કરવામાં આવે છે. 3. મેટારહીઝમ એનિસોપ્લી: આ ફૂગ આધારિત દવા કોઇ પણ પાકમાં આવતી ઉધઇ, થ્રીપ્સ, ઘૈણ, જમીનજન્ય કીટકો અને મૂળને નુકસાનકર્તા કીટકો સામે વાપરી શકાય છે. 4. સુડોમોનાસ ફ્લોરેન્સ: આ જૈવિક દવા કોઇ પણ પાકમાં આવતી ફૂગ, કાળી ફૂગ, શેરડીની રાતી ફૂગ અને જમીનજન્ય હાનિકારક ફૂગના નિયંત્રણ માટે અસરકારક છે, 5. પેસિલોમાઇસીસ: આ ફૂગ આધારિત દવા લશણ-ડૂંગળી જેવા કંદ પાકો, મરચી-કાકડી-તરબૂચ-ટેટી જેવા શાકભાજી, દાઢમ-કેળમાં નુકસાન કરતી કૃમિ (નેમેટોડ) સામે સફળતાપૂર્વક નિંત્રણ કરે છે. 6. બેસિલસ થુરેનજીનેન્સીસ: જીવાણૂ આધારિત આ દવા કોઇ પણ પાકામાં નુકસાન કરતી ઇયળો સામે વાપરી શકાય છે. આ ઉપરાંત, વિષાણૂ અને કૃમિ આધારિત દવાઓ પણ ઉપલબ્ધ છે. આ દવાઓના ઉપયોગની પધ્ધતિ તેમજ માત્રા જૂદી જૂદી હોય છે. ભલામણ કરેલ વાપરવાની પધ્ધતિ અને દવાનો જથ્થો વાપરવાનો આગ્રહ રાખવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
645
0
સંબંધિત લેખ