પશુપાલનકૃષિ વિભાગ, સહકાર અને ખેડૂત કલ્યાણ, ભારત સરકાર
પૌષ્ટિકતા વધારવા માટે પરાળ/ભુસા ની યુરિયા પ્રક્રિયા
પરિચય: ભુસા ની યુરિયા પ્રક્રિયા કરવાથી તેની પૌષ્ટિકતા વધે છે, અને પ્રોટીન ની માત્રા ભુસા માં લગભગ 9% થી જાય છે. પશુને યુરિયા પ્રક્રિયા વાળો ખોરાક નિયમિત આપવાથી અન્ય પશુ ખોરાકમાં 30% સુધી ઘટાડો થાય છે.
પધ્ધતિ: _x000D_ યુરિયા પ્રક્રિયા માટે 4 કિલો યુરિયાને 40 લીટર પાણીમાં મેળવો. સો કિલો પરાળ ને જમીન ઉપર એ રીતે પાથરો કે તેની જાડાઈ લગભગ 3 -4 ઈંચ થાય. તૈયાર કરેલ 40 લીટર દ્વાવણ ને પાથરેલ પરાળ ઉપર છંટકાવ કરવો. તે પરાળ ને સારી રીતે દબાવવું. આ દબાવેલ પરાળ ઉપર ફરીથી સો કિલો પરાળ ફેલાવો અને ફરી 40 લીટર દ્વાવણનો છંટકાવ કરવો અને તેને દબાવી દહેવું. આ રીતે એકના ઉપર એક સો કિલો ના થરની 10 સ્તર લગાવો અને યુરિયા દ્વાવણ નો છંટકાવ કરતા રહો. બનાવેલ પરાળ ને પ્લાસ્ટિક થી ઢાંકી દો અને તેના જમીનને અડકેલ કિનારી ઉપર માટી નાખી દો. જેનાથી બનાવાવાળી ગેસ બહાર ન નીકળે. એક સાથે ઓછામાં ઓછા 1 ટન પરાળની યુરિયા પ્રક્રિયા કરવી જોઈએ. યુરિયા પ્રક્રિયા કરવા માટે ભોંયતળિયું પાક્કું હોવું જરૂરી છે. આ પ્રક્રિયા બંધ રૂમમાં કરવાનું ફાયદાકારક રહે છે. બનાવેલ પરાળના ઢગલા ને ઉનાળામાં 21 દિવસે તેમજ શિયાળો અને ચોમાસામાં 26 દિવસ પછી ખોલવો જોઈએ. ખવડાવતા પહેલા પરાળ ને 10 મિનિટ સુધી ખુલ્લી હવામાં ફેલાવવો જેનાથી ગેસ ઉડી જાય. શરૂઆતમાં પશુને ઉપચારિત કરેલ પરાળ થોડું થોડું આપવું જોઈએ._x000D_ _x000D_ સ્રોત: કૃષિ વિભાગ, સહકાર અને ખેડૂત કલ્યાણ, ભારત સરકાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
406
0
સંબંધિત લેખ