કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ભારત સહીત અન્ય એશિયાઈ દેશોમાં પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળના ઉપદ્રવનો ખતરો
મ્યાનમાર,ચીન,થાઈલેન્ડ અને શ્રીલંકા ઉપરાંત ભારતમાં પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળ ઝડપથી પ્રસરી રહી છે. મકાઈ સિવાય, તે ડાંગર, કપાસ અને શેરડીના પાકોને નુકસાન કરી શકે છે.
યુનાઈટેડ નેશનસ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન(યુએનએફએઓ)એ ભારત અને બીજા એશિયાના દેશોને પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળના ના અચાનક ઉપદ્રવ અંગે સાવધાન કર્યા છે. અસર પામેલા દેશોના આધિકારીઓ અને જેઓ આફ્રિકા અને લેટિન અમેરિકામાં તેના અસરનો સામનો કરી શકે તેવા નિષ્ણાતોની મિટીગનું આયોજન કરવામાં આવ્યું છે. પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળના પ્રથમ જુલાઈ 2018 માં ભારતમાં આવી હતી. અને તે આગળ શ્રીલંકા,બાંગ્લાદેશ,મ્યાનમાર, થાઇલેન્ડ અને ચીનના યુન્નાન પ્રોવિન્સમાં પ્રસરેલ છે.શ્રીલંકામાં, 40.000 હેક્ટર સુધી અસર થયેલ છે જેથી 12% પાક નુકસાન થયું હતું. યુએનએફએઓ રજૂઆત કરતા જણાવે છે કે એક વખત મકાઈ અને બીજા પાકો પર પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળનો ઉપદ્રવ સાબિત થાય છે તો સરકાર સતત જાગૃતિ વધારવા માટે કાર્ય કરશે. આ ઈયળના ઉપદ્રુવને નિયંત્રણ કરવા અનુરૂપ જાગૃતિ કાર્યક્રમો શરુ કરવા માટે કામ ચાલી રહ્યું છે. જે ખેડૂતોને સંકલિત જીવાત વ્યવસ્થાપનની તકનીક પર માહિતી અને તાલીમ આપશે. જેમાં પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળના કુદરતી દુશ્મન્નોને ઓળખવા, કુદરતી જૈવિક નિયંત્રણ અને રસાયણિક નિયંત્રણ કરવું, રસાયણિક જંતુનાશકોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો, જણાવવામાં આવે છે કે પુછ્ડે ચાર ટપકાંવાળી ઈયળના કીડા પાનમાં મોટા પ્રમાણમાં છુપાયેલા હોય છે. અને આ રસાયણિક જંતુનાશકો વાતાવરણ અને જાહેર સ્વાસ્થ પર નકારાત્મક અસર કરી શકે છે. આ નીતિ અને ક્ષેત્ર સ્તરે માપદંડોને તેના સ્થાન પર મૂકતાં, ઉપદ્રવની નકારાત્મક અસરોને ટકાઉ રીતે અટકાવી શકાશે અને ઉપદ્રુવ ઘટાડવામાં મદદ કરી આર્થિક અને જૈવિક નુકસાનને ઘટાડી શકાશે. સ્ત્રોત- આઉટ એગ્રીકલ્ચર, માર્ચ 22, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
2
0
સંબંધિત લેખ