AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
24 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પીએમ-કિસાન યોજના હેઠળ 8.46 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 50,850 કરોડની રકમ બહાર પાડવામાં આવી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન) અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. 50,850 કરોડની રકમ ખેડૂતોને આપવામાં આવી છે. આ યોજના નું આજે 24 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું.
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના 8.46 કરોડ ખેડુતોને અત્યાર સુધીમાં રૂ. 50,950 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે. જો કે, કૃષિ વસ્તી ગણતરી 2015-16ના અનુમાનના આધારે, યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓની કુલ સંખ્યા આશરે 14 કરોડ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ યોજનાની ઓપચારિક શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડુતોને વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન યોજનાની રકમ દ્વારા ખેડૂતોને પાકની વાવણી માટે ખાતરો, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ ખરીદવાનું સરળ બને છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓના ખાતામાં સીધા રોકડ રકમ ટ્રાન્સફર થવાને કારણે કોઈ ખર્ચ થતો નથી, તેથી પાત્ર ખેડુતોને રકમ મળશે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 22 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
93
1