કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વૈજ્ઞાનિકોએ શાકભાજી લણણી માટે 'વેજબોટ' બનાવ્યું
વૈજ્ઞાનિકોએ એક રોબોટ વિકસાવ્યો છે જે મશીન લર્નિંગ (મશીન લર્નિંગ પ્રકાર આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સની એક એપ્લિકેશન છે જે કોઈપણ સિસ્ટમને જાતે ચલાવવામાં મદદ કરે છે) નો ઉપયોગ કરીને પાકની ઓળખ અને લણણી કરે છે. આ તકનીકને બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી છે. જેમનું નામ તેમણે 'વેજબોટ' રાખ્યું છે, તે આસાનીથી લેટ્યૂસ (સલાડ પાંદડા) સરળતાથી ઓળખે છે અને સારી લણણી માટે સંપૂર્ણ પણે સક્ષમ છે.
જર્નલ ઓફ ફીલ્ડ રોબોટિક્સ દ્વારા પ્રકાશિત એક અભ્યાસ મુજબ, સ્થાનિક ફળ અને શાકભાજી સહકારી સમિતિના સહયોગથી વિવિધ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રિટનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પ્રોટોટાઇપ મશીનોની કોઈ મદદ વિના સંચાલિત થઈ શકતા નથી, તેના માટે કોઈ પણ વ્યક્તિનું હાજર રહેવું તે મહત્વપૂર્ણ છે. પરંતુ તે કૃષિક્ષેત્રમાં થવાવાળા કર્યોમાં રોબોટિક્સ ઉપયોગિતામાં વધારો કરવામાં મદદ કરે છે. આ તકનીકથી લોકોને ખૂબ જ મદદ મળશે અને તેમનો સમય અને પૈસા બચશે. સંદર્ભ: કૃષિ જાગરણ, 11 જુલાઈ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
24
0
સંબંધિત લેખ