AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Dec 19, 06:30 PM
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટ્રાઇકોગ્રામા - એક પરજીવી મિત્ર જીવાત
ટ્રાઇકોગ્રામા નું જીવન ચક્ર: ટ્રાઇકોગ્રામા ઇંડાની અવસ્થા 16-24 કલાકની હોય છે અને તે ત્યારબાદ તેમાંથી ઈયળ બહાર આવે છે. ઈયળની અવસ્થા 2-3 દિવસની હોય છે. આ ઈયળ કિટના ઇંડા પર જીવિત રહી છે. તેથી, તેમાં કોઈ જીવાત નિર્માણ થતી નથી. પછી ઈયળ કોષિકા અવસ્થામાં ચાલી જાય છે. કોષિકા અવસ્થા 2-3 દિવસની હોય છે. 7 મા કે 8 મા દિવસે, ટ્રાયકોગ્રામા વયસ્ક કીટના ઇંડામાંથી બહાર નીકળી છે. કોષિકા અવસ્થામાંથી નીકળેલ ટ્રાયકોગ્રામા 24-48 કલાક સુધી જીવિત રહે છે. પુખ્ત ટ્રાયકોગ્રામા 2 થી 3 દિવસ સુધી ઈયળ વર્ગીય જીવાતના ઈંડા ને શોધીને તેના પર તેના ઈંડા આપે છે. આ રીતે, ટ્રાઇકોગ્રામા જીવાતનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. ટ્રાઇકોગ્રામા જીવાત નિયંત્રણ કાર્યપદ્ધતિ: ટ્રાયકોગ્રામા પરજીવી પ્રયોગશાળામાં ચોખાના ફુદાના ઈંડા પર મોટા પાયે ઉછેરી શકાય છે અને તે તૈયાર કરેલ કાર્ડ ખેડૂતોને આપવામાં આવે છે. આવા કાર્ડ પર લગભગ 18 થી 20 હજાર ઇંડા હોય છે. આ કાર્ડની પટ્ટીઓ પાકના પાન સ્ટેપલર અથવા દોરા બાંધીને લગાવી શકાય છે. આ પરજીવી ટ્રાયકોગ્રામાને ખેતરમાં છોડવામાં આવે છે, ત્યારે માદા ઇંડા 5 મીટર વ્યાસવાળા વિસ્તારમાં જીવાતે આપેલા ઈંડાને શોધીને 1 ઈંડા પર 2થી 6 ઇંડા મૂકે છે. ટ્રાયકોગ્રામાના ઈંડા ફૂટ્યા બાદ ઈયળ અવસ્થા હાનિકારક જીવાત ના ઈંડાની અંદર ખાય છે અમે પછી સેલ અવસ્થા માં ચાલ્યા જાય છે. આ રીતે પુરી પ્રક્રિયા માં હાનિકારક જીવાતના ઈંડાના જીવિત ભાગ થાય છે અને જીવિત જીવાત ઇંડામાંથી બહાર નીકળતી નથી. આ રીતે, ટ્રાયકોગ્રામા એ આપણા મિત્ર છે, જે દુશ્મન જીવાતનો નાશ કરે છે અને આપણને નુકસાનથી બચાવે છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
518
0