મોનસુન સમાચારabpasmita.in
આગામી 48 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થશે ધોધમાર વરસાદ?
લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર રી-એન્ટ્રી થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર સક્રિય થઈ છે. જેને લઈને ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડે તેવી સંભાવના છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, પરોબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે. ઉતર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશ જોવા મળ્યાં છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 22 જુલાઈ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
55
0
સંબંધિત લેખ