કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
આવતીકાલે ‘મહા’ વાવાઝોડું દીવ-પોરબંદરની વચ્ચે ત્રાટકશે
ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનું તોળાઇ રહેલું જોખમ ઓછું થઇ રહ્યું છે. એની ઝડપ સતત ઘટતાં તે નબળું પડી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે સાંજે 5 વાગે જાહેર કરેલા બુલેટિન મુજબ ‘મહા’ વાવાઝોડું હવે 7મીના ગુરુવારની પરોઢે 70થી 80 કિલોમીટરની ઝડપે દીવની આસપાસ થઇને પસાર થવાની શક્યતા છે.વાવાઝાડાને લીધે આજે એટલે કે 6ઠ્ઠી નવેમ્બરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા જણાવાઇ રહી છે. જ્યારે 7મીએ ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરા જિલ્લામાં છૂટોછવાયો ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો વર્તારો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, 7 નવેમ્બર સવારે વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ત્રાટકશે, પરંતુ આ દરમિયાન વાવાઝોડાની ઝડપ ઘટીને 70થી 80 કિમી સુધી થઈ જશે. વાવાઝોડાના કારણે 7 નવેમ્બરે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ જશે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 6 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
169
0
સંબંધિત લેખ