AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Jul 19, 01:00 PM
કૃષિ વાર્તાલોકમત
વૈજ્ઞાનિકોને ટમેટાંની નવી જાતો વિકસિત કરવા નિર્દેશ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોને ટમેટાંની નવી જાતો વિકસાવવા સૂચના આપી છે. ટામેટાંની ગુણવત્તા સંબંધિત ફરિયાદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ ઓછા પાણીનો ઉપયોગ કરીને પોષ્ટીક અને સ્વાદિષ્ટ ટામેટાંનું ઉત્પાદન કરવાનો છે. ઉત્પાદનની નબળી ગુણવત્તાને કારણે, ટમેટાના વેપારીઓને ભારે નુકસાન થયું છે. તેમના દ્વારા ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયને ફરિયાદ માં કહેવામાં આવ્યું કે ભંડારણ ની ખરાબ સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે ટામેટા સમય થી પહેલા ફળ ખરાબ થઇ જાય છે. સંદર્ભ: લોકમત 7 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
45
0